________________ સુદશ ના l472 માં પ્રકરણ ૩૬મું અશ્વાવબેધ તીર્થ સુદર્શનાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યોપ્રભુ ! અાવબોધ તીર્થની ઉત્પત્તિ આપ સમજાવશો. ગુરુશ્રીએ કહ્યું : સુદર્શના! અશ્વાવબોધ તીર્થની ઉત્પત્તિ હું તને સંભળાવું છું. “જિનમંદિર બંધાવવાથી બધી (સમકિત) સુલભ થાય છે.” આ સંબંધ તેવા જ સંગવાળે છે. તું સાવધાન થઈને શ્રવણ કર. ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ સર્વ દેશોમાં તિલક સમાન મગધદેશ શોભી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શોભા મનુષ્યને આલ્યાદિત કરી રહી હતી. સ્થળે સ્થળે આવેલાં અનેક તળાવો અને પુષ્કરણીઓ (વાવ) પથિકને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋદ્ધિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધર્મમાં આળસુ મનુષ્યો પણ પ્રયત્ન કરતાં હતાં. તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંચા શિખરવાળા જિનભુવને પર કુરાયમાન થતી વિજયંતિ (ધ્વજા)એ ધ્વજાના છેડારૂપ હાથથી, મનુષ્યોને સત્ય સુખ માટે આગ્રહ કરીને બોલાવતી હોય તેમ આંદોલિત થઈ રહી હતી. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak હર !