________________ ઋદર્શના 6 493 તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણીઓને આશ્રય આપનાર પ્રચંડ ભુજાવાળા સુમિત્ર રાજા રાજ્ય કરતા હતા. સ્વજનોને સંતોષ આપનારી અને જેના નામસ્મરણથી પણ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્રવ શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી. ભવ્ય જીવોના ભવદુઃખને હરનાર મુનિસુવ્રત તીર્થાધિપતિને જીવ પ્રાણાંત કલ્પથી દેવઆયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. કલ્યાણના નિધાન સરખા તે પ્રભુને જેઠ કૃષ્ણ અષ્ટમીને દિવસે જન્મ થયો. દિકકુમારીઓ વડે જન્મકર્મ કરાયા પછી, ઈન્દ્રાદિ દેવોએ મેરુપર્વત ઉપર પ્રભુને લઈ જઈ સ્નાત્રાદિ જન્મ મહેચ્છવ કર્યો. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પંદર હજાર વર્ષ પર્યત ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. અવધિજ્ઞાનથી દીક્ષાને અવસર જાણી, તૃણની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્ગન શુકલ દ્વાદશીને દિવસે નીલગુફી નામના ઉદ્યાનમાં, ઈન્દ્રાદિ દેવાના હર્ષનાદ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા બાદ અગિયાર માસપર્યત આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ઘાતી કર્મનો નાશ કર્યો. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવોએ કેવળજ્ઞાનને મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવોને ધર્મના માર્ગમાં ચાલનારા પથિક બનાવ્યા. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhake 5473