________________ સુર્શન II4676 તેમ ધારી દિવસનો અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિણત કર્યો હતો અને તે પ્રમાણે બન્ને જણાઓ વર્તન કરતાં હતાં. જ્ઞાનકાળે ભણવું વિનયપૂર્વક, બહુમાન સહિત, તપશ્ચરણ સાથે ઈત્યાદિ આઠ ગુણપૂર્વક, આઠ અતિચાર રહિત તેઓ અપૂર્વ જ્ઞાન ભણતાં હતાં. બીજાને ભણાવતા યા ભણવાને પ્રેરતા હતાં અને ભણનારાઓને મદદ આપતા હતાં. પ્રાત, મધ્યાહન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનું પૂજન કરતાં હતાં. અને નિઃશંકિતાદિ ગુણ સહિત–મેરૂની માફક નિષ્ણકંપપણે સમ્યકત્વ રત્નનું તેઓ પાલન કરતાં હતાં. અન્યને પણ ઘર્મમાં દઢ કરતાં હતાં. નિરતિચારપણે બાર વ્રતરૂ૫ શ્રાવક યા ગૃહસ્થઘર્મનું પાલન કરતા તેમજ બળ, વીર્યને ગોપવ્યા સિવાય નિરંતર તપશ્ચરણ કરતા હતા. ત્રણ પ્રકારનું દાન, ત્રિકરણું શુદ્ધ શીયળ અને સંવેગ, નિર્વેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવનાઓ ભાવતા હતા. ' ' આ પ્રમાણે દેશથી પણ સમ્યક પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન (મરણું) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધું. એક માસપર્યત અણસણ આરાધી, શુભ ભાવે માનવ દેહને ત્યાગ કરી ઈશાન દેવલોકમાં ઈન્દ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂર્વભવોપાર્જિત સુકૃતાનુસાર બે સાગરોપમ જેટલાં લાંબા આયુષ્યમાં અવિયાગી પણ Jun Gun Aaradhak. Tre 46s | P.P.AC. Gunratnasuri M.S.