________________ સુદર્શના 1466 I તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જેવાને હું ઈચ્છું છું. અને એ જ મારો આદેશ છે. આ અવસરે ધર્મચિ નામના અણગાર ત્યાં દેવવંદન નિમિત્તે આવ્યા તેમને દેખી બન્ને જણાના આનંદનો પાર ન રહ્યો. ગુરુશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધર્મશ્રવણ કરવા નિમિત્તે બન્ને જણ બેઠા. ગુરુશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તે વિષે ધર્મદેશના આપતાં જણાવ્યું. સંપૂર્ણ શ્રતજ્ઞાન તે જ્ઞાન છે. તેનું શ્રદ્ધાન તે સદ્ન છે. સર્વ સાવધ વ્યાપારનો (ક્રિયાનો ત્યાગ કરે તે ચારિત્ર છે. નિર્વાણસાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રથી કાર્યની પૂર્ણાહતી થતી નથી. જેઓ નિર્વાણપદ પામ્યા છે તેઓ આ ત્રણે રત્નને સંવેદન કરીને–અનુભવીને જ પામ્યા છે. ઈત્યાદિ દેશના સાંભળી તેઓ એ સમ્યકત્વપૂર્વક ગૃહરણ્યધર્મનાં દ્વાદશ વ્રત અંગીકાર કર્યા. ગુરુશ્રીને નમસ્કાર કરી આનંદ પામતાં બન્ને જણ પિતાને મંદિરે ગયા. કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યો અને પોતે આત્મપરાયણ થયો. વૃષભધ્વજ કુમાર રાજા થયો એટલે પંકજમુખને બહુમાનપૂર્વક યુવરાજ પદવી આપી પર-પર પ્રીતિપૂર્વક બન્ને જણ રાજ્યપાલન કરવા લાગ્યા. રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં સંગૃત રહેતા હતા. આયુષ્યનો ભરોસે નથી Ac. Gunratnasurimis Jun Gun Aaradhak