________________ સુદર્શના -- d૪૬પ , ------ -- | ઇત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સૂચક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું. રાજકુમારે પિતાના માણસોને હુકમ કર્યો કે આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કોઈને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કોણે બનાવરાવ્યું છે? શા ઉપરથી બનાવ્યું છે? વિગેરે. તો તે મનુષ્યને ત્યાં રેકી તેના સમાચાર તરત જ મને આપવા. ઈત્યાદિ સૂચના કરી રાજકુમાર પોતાના કાર્યમાં લાગે. એક વખત શ્રેષ્ઠીપુત્ર પંકજમુખ તે જિનભુવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આવ્યું. દર્શન કર્યા બાદ આ ચિત્ર નિહાળતાં તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરુષને પૂછ્યું. ભાઈઓ! આ ચિત્ર કોના કહેવાથી અને શા ઉપરથી આળેખવામાં આવ્યું છે ? આ પ્રશ્નનો ઉત્તર ન આપતાં તેને ત્યાં જ રોકી, રાજપુરુષોએ કુમારને સમાચાર આપ્યાં. કુમાર તરત જ ત્યાં આવ્યો. શ્રેષ્ઠીપુત્રને સ્નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનો સર્વ વૃત્તાંત તેની આગળ નિવેદિત કર્યો. છેવટે જણાવ્યું–હે પરમગુરુ! તમારા પ્રસાદથી જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે. મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપે. પંકજમુખે કહ્યું, રાજકુમાર ! મને તે વસ્તુની કોઈ જરૂર નથી. તેને જે ફાયદો થયો છે તેમાં હું નિમિત્તકારણ છું. અને તેટલા પૂરતા મારા પરોપગારી જીવનને કૃતાર્થ માનું છું કે P.P.Ac Guntainasuri M.S. Jun Gun Aaradhak ---- . 465 | -- !