________________ -- બાંધવલ્ય, મરણ અવસરે જેણે મને નમરકારમંત્ર સંભળાવ્યો હતો તે કેમ યાદ નથી આવતા ! } જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સકતનો લેશ પણ નહિ કરનાર હે, જેમ શેર (દરિદ્ર સુદર્શાના ? પુરુષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો છું. તે મારો પરમ ઉપગારી, મારો પરમ ગુર કોણ હતા? તે માટે સર્વથા પૂજવા યોગ્ય છે, માનવા લાગ્યું છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે સુરહિત થઈ શકીશ (દેવામાંથી છૂટીશ ?) અહા ! તે જ ઉત્તમ પુરુષે છે કે વગર પ્રજને અને વિના ઉપગાર કરે ઉપકાર કરે છે. ઉપગાર કર્યા છતાં પણ ઉપકારીઓના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવાં મારા જેવાની શી ગતિ થશે ? કોઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતો રાજકુમાર પિતાનું મંદિર આવ્યો અને પિતાને પૂર્વજન્મના વૃતાંતથી વાકેફ કર્યો. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર! ઉત્સુકયા તારા ચારિત્રને ચિત્રમાં આળેખવાથી તારે ધર્મગુરુ જલદી ઓળખી કઢાશે યા શોધી શકાશે. રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાનું જૈનમંદિર બાંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને સ્થાને છેવટની સ્થિતિમાં પડેલા જીણુ વૃષભનું ચિત્ર દોરવામાં [ આળેખવામાં ] આવ્યું. તેની પાસે ઉભેલો એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. Ad Gunrainasuri M.S. Jun Gun Aaradhak True ૧૪૬તા