________________ સુદર્શના રાજાની શ્રીમતી રાણીની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. રાણીને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દેહદ ઉત્પન્ન થયા. છેવટે રાજા, રાણીના ઉત્તમ મનોરથ વચ્ચે પુત્રને જન્મ થયે. મોટા મહોચ્છવપૂર્વક જન્મોત્સવ થયે. સ્વનાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યો. કુમારની આઠ વર્ષની ઉંમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થડા વખતમાં સમગ્ર કળાને પારગામી થયો. અનુક્રમે તરુણીઓના નેત્રરૂપ શ્રમરોને કેરવ તુલ્ય લાવણ્યતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યો. એક દિવસે અનેક પુરુષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળ્યો. વનમાં સ્વેચ્છાએ આમતેમ | ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલો જીણુ વૃષભ રહેતા હતા. તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણુ વખતનું પરિચિત હોય તેમ લાગવાથી તે ચિંતવવા લાગ્યો કે આ પ્રદેશ કઈ પણ વખત મારે જોયેલો હોય તેમ મને લાગે છે. હાપોહ = વિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ ઠેકાણે હું રહેતો હતો, આ ઠેકાણે પાણી પીતો હતો, આ સ્થળે ખાતો, આ સ્થળે 1. સૂતો, આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચારિત્ર મને સાંભરે છે. પણ મારા પરમ P.P. Ac Genratnasuri M.S. Jun Gun Aaradhak Trust 463k