________________ ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું મુખ વિકૃતિવાળું—વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીડા વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી સુદર્શના જતું હતું. જમીન ઉપર તે પગ તડફડાવતો હતો. શરીર તદ્દન નિરસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ | મુખમાંથી ઉછળતો હતો. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હોઠ લટકતા હતા. if 462 II આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યો. ' અરે! આ બળદનું બલ ક્યાં ગયું? તેનું રૂપ, તેનું લાવણ્ય તેને ઘોર ગરવા વિગેરે નાશ પામ્યાં? હા ! હા! કેવી ક્ષણભંગુરતા? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કોઈ પણ ઉપકાર કરું, છે! ઈત્યાદિ વિચાર કરતો તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કંઠગત પ્રાણુવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રને ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવતો જ રહ્યો. શાંતપણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બળદનું મન દૂર રહ્યું, અમૃતની માફક તેના મધુર શબ્દનું કર્ણાજલીથી પાન કરતો હોય તેમ તે જણાતા હતા. સમગ્ર શ્રતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ મરણ પામ્યો. શુભ ધ્યાને તે જ શહેરના સપ્તચ્છદ Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak EHI 01ii નિક