________________ સુદશ ના ? 461 ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ! તું ધર્મ સાધન કર. તારું સર્વ દુઃખ દૂર થશે. તારા આત્માને શાંતિ મળશે. ઇત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહરને લાયક ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળી, ભવિષ્યની સારી આશા માટે ધનદત્તે ગૃહસ્થના બાર વ્રત અંગીકાર કર્યો. ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરીને, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેરૂપ્રભ નામને શ્રેષ્ઠી રહેતું હતું. તે ધનદત્તને જીવ, સૌધર્મદેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મેરૂપ્રભ શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થોડા જ વખતમાં તે અનેક કળાઓમાં પ્રવિણ થયે. બાલ્યાવસ્થામાં જ સદૂગુરુના સંગે જીવાદિ તત્ત્વનું જ્ઞાન તેણે મેળવ્યું હતું. બાલ્યાવસ્થામાં દઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરોપકારી અને દયાળુ થયો. વખતના વહેવા સાથે ઉદય, સૌભાગ અને રૂપલાવણ્યતાવાળી યુવાન વય પામ્યું. એક દિવસ કેટલાક મિત્રોને સાથે લઈ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ ગયે. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જર્જરિત દેહવાળો એક છણુંવૃષભ તેનાં દેખવામાં આવ્યો. - એ અતિ દુર્બળ હતો. તેના શરીરની ધાતુ ક્ષીણ થયેલી હતી. શરીરમાં હાડકાં અને II46 Ac. Gunratnasul M Jun Gun Aaradhak True