________________ સુદર્શન / 46o | આ તરફ ધનદત્તને પોતાને ભાઈ અને શ્રીકાંતને મરણ પામ્યા જોણી મહાનું વૈરાગ્ય ઉત્પન્ન થયે. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છોડી દઈ તે દેશાંતરમાં ચાલ્યો ગયે. પૃથ્વીનળ પર પરિભ્રમણ કરતાં તે રાજપુર પાટણમાં આવી પહોંચ્યો. રાત્રિએ એક સ્થળે કેટલાએક મુનિઓ તેના દેખવામાં આવ્યા. ધનદત્ત સુઘા, તૃષાથી પીડાતો હતો. તેની પાસે આજીવિકાનું સાધન કાંઈ પણ ન હતું મુનિના આચારને નહિ જાણનારા ધનદ મુનિ પાસે ભજનની પ્રાર્થના કરી. મુનિઓએ દયા ચિત્તે જણાવ્યું. મહાભાગ્ય ! સાધુઓ નિઃસંગ વૃત્તિવાળા હેવાથી, અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરતા હોવાથી, તેમની પાસે દિવસે પણ આહારાદિ વધારે હોતો નથી તો રાત્રિએ તેમની પાસે ભજન કયાંથી જ હોય ? રાત્રિએ ભોજન કરવું તે સર્વ મનુષ્યો માટે અયોગ્ય છે. અમે પણ રાત્રિએ ભજન કરતા નથી. ચર્મચક્ષવાળા જીવોને નહિ દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવે, રાત્રિએ વિશેષ હોવાથી તેના રક્ષણ માટે તેમ જ પોતાના બચાવ માટે મનુષ્યએ રાત્રિ ભેજન ન કરવું જોઈએ. રાત્રે ભેજનમાં નાંખી, , કીડી, કરોળીયાની લાળ પ્રમુખ આવી જાય તો વમન, જળદર, બુદ્ધિને નાશ અને કેન્દ્ર પ્રમુખ રોગ ઉત્પન્ન થાય છે. | દુ:ખી કે સુખી મનુષ્યએ ધર્મ અર્થે અવશ્ય પ્રયત્ન કરવું જોઈએ. ધર્મથી મનુષ્ય સુખી થાય છે. ધનથી ધર્મ થાય તેમ કાંઈ નથી. ધર્મનાં સાધનો મન, વચન અને શરીર, આ Juh Gun Aaradhak || 46o || 6 Ac. Gunratnasur M.S.