________________ મુદના દૈવિક વૈભવને તેઓએ અનુભવ કર્યો. વૃષભધ્વજનો જીવ તે દેવ ભવથી વ્યવી, આ ભારતવર્ષમાં આવેલી કિન્કિંધપુરીમાં સુગ્રીવ વિદ્યાધરાધિપતિપણે ઉત્પન્ન થયો. એ અવસરે મધ્યમ ખંડમાં અયોધ્યા નગરી હતી. તેમાં ઇક્વાકુ વંશનો દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પંકજમુખ દેવને જીવ બીજા દેવલોકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સ્વમસુચિત પુત્રપણે ઉત્પન્ન થયો. શુભ લગ્ન તેને જન્મ થયો. જનપદવાસી લોકોને તેના જન્મથી ઘણો આનંદ થયો. તેનું પદ્મ (રામચંદ્ર) નામ રાખવામાં આવ્યું તે આઠમા બળભદ્રપણે પ્રગટ થયો. પૂર્વ વર્ણન કરવામાં આવેલો ધનદત્તને જીવ અનેક તિર્યંચના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લધુ બાંધવ લક્ષ્મણ પણે જન્મ પામ્યો. શ્રીકાંતાને જીવ, તે પણ અનેક તિર્યંચાદિ ભવમાં ભમી સુકૃતના કારણથી સ્ત્રી-લોલુપી રાવણપણે ઉત્પન્ન થયો. ગુણવતીને છવ પણ અનેક ભવમાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર જાનકી (સીતા) નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેનું પાણિગ્રહણ પદ્મ (રામચંદ્રજી) સાથે થયું. રાવણે જાનકીનું (સીતાનું ) હરણ કર્યું. તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણને હાથે રાવણ Ac Gunratnasuri M.S. 468 Jun Gun Aaradhak