________________ સુદર્શના ન 454 | નિશ્ચય કર્યો. સિદ્ધાંતનું શ્રવણ કરતાં તેના સંવેગમાં વધારો થશે. પૂર્વ મહર્ષિઓનાં જીવનચરિત્રના સ્મરણથી તે વધારે ઉત્તેજિત થયો. શત્રુ, મિત્ર પર સમભાવ આવ્યો. સંસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારો થયો. પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાને ત્યાગ કરી, ઇશાન દેવલોકની રમણિક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયો. આ માનવજિંદગીમાં એક મહિના પયત આચરણ કરેલા ધર્મના પ્રસાદથી તે દિવ્ય સુખ પામે. નર, સુરનાં દિવ્ય સુખનો અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર ઋષભદેવપણે જન્મ પામ્યો. તીર્થકર પદ ભોગવી, અનેક જીવોને ઉદ્ધાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યો. જન્મથી માંડી સુકૃતના લેશને પણ નહિ કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણથી સગતિને પામ્યો. સદના ! આ દષ્ટાંત પરથી એ સમજવાનું છે કે- વસ્તુતવને જાણીને, તેના પર દઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. વર્તન કરવાથી જ થોડા કે વખતમાં પણ ઉત્તમ લાભ મેળવી શકાય છે. Ac. Gunratnasurf M.S: Jun Gun Aaradhak Tu