________________ ~ - જુદશ ના & 453 ચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધું બળ છે કે–શ્રેણી આરૂઢ થયેલાની વિશદ્ધિમાં આ દુનિયાના જીવોનાં કર્મ નાખવામાં આવે તો પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જુઓ કે કર તેમ બનતું નથી કારણ કે જીવો પિતાનાં કર્મ પોતે જ ભગવે છે. છતાં આત્મબળની વિશદ્ધિનું : સામર્થ્ય હું આપને કહુ છું કે તે હદથી વધારે છે. ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞાન, દર્શન ક્ષણ માત્રમાં મોક્ષપદ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હોય અગર ન પણ હોય, પણ જે ચારિત્ર હોય તો જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે. હે રાજન! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવો છો, માટે હવે તો નિર્વિદનપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ. પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સંતોષ થયો. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અષ્ટાક્ષિક મહેચ્છવ શરૂ કરાવ્યો. રાજાએ છેવટની સંથારાપ્રવજ્યા અંગીકાર કરી એટલે એક સ્થળે બેસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યો. યાવત જીવનપર્યત આહારનો ત્યાગ કર્યો, તે સ્થાનથી અમુક કારણ કે હદ સિવાય ઊઠવું, બેસવું કે હરવું ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યો. અનેક પ્રકારની આશાઓને વિસારી મૂકી. અહંકારને પણ મૂકી દીધો કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાને દઢ P.P.Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak TV Iક્ષકા