________________ સુદર્શન 1 45o |. પામી તે પોતાના શ્રીગૃહમાં [ ખજાના ઉપર ] અજગરપણે ઉત્પન્ન થયો. તે શ્રીગૃહમાં જે કોઈ કે પ્રવેશ કરતું તેને તે અજગર મારી નાંખતો હતો. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યો. અજગરે તેને દીઠે. દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઈ ગયે. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. શાંત દષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દષ્ટિથી તે અજગર દેખાવા લાગે. અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગે. નિચે આ અજગર અમારો પૂર્વ જન્મને કઈ સ્નેહી મરીને ઉત્પન્ન થયો છે. એ અવસરે કઈ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમને પૂછી પિતાનો સંશય દૂર કર્યો. અજગર તે જ પોતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરુશ્રીના કહેવા મુજબ તેને ધર્મ સંભળાવ્યો. તે અજગર અણુસણ વિધિએ મરણ પામી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો. તે દેવે સ્વર્ગમાંથી અહીં આવી માણિમાલીને એક સુંદર હાર આપ્યો. વંશપરંપરાથી ચાલતો આવેલો તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે. હરિશ્ચંદ્રના વંશમાં અનેક રાજાઓ થઈ ગયાં છે. તેના વંશમાં અત્યારે આપ વિદ્યમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમંત્રીના વંશપરંપરામાં હું [ સ્વયંબુદ્ધ] ઉત્પન્ન થયો છું આટલા કાળપર્યત અનવચ્છિન્ન વંશપરંપરાએ ધર્મોપદેશકનો વ્યાપાર અમારો અને ધર્મશ્રવણ કરવાનો વ્યાપાર આપને ચાલ્યો છે. Ac Gurratnasuri M.S. Jun Gun Aaradhak True 50 ||