________________ હે રાજન ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અયોગ્ય અને અહિતકારી છે. તેનો ત્યાગ કરી વિવેકપૂર્વક સક્રિયામાં આદર કરે એ નિરંતરને માટે સુખને માગ છે કેવળી ભગવાનના મુખથી પિતાના પિતાનું દારુણ દુર્ગતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવા ફલ જાણી હરિચંદ્ર રાજા સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પિતાને મંદિરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું હું હમણાં ગુરુમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્મોપદેશ આપજે. સબદ્ધિએ કહ્યું : મહારાજ ! હું આપની સાથે જ ચારિત્ર લઈશ. ધર્મ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ “પોપદેશે પાંડિત્ય” નથી. આપના કુમારને મારે પુત્ર ધર્મોપદેશ આપી જાગ્રત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી, રાજા અને પ્રધાને બળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું. ગુરુરાજની સેવામાં તત્પર રહી, ચિરકાલ સંયમ સામ્રાજ્ય પાલન કરતાં અષ્ટકર્મને ક્ષય કરી અને મહાત્માઓ નિર્વાણપદ પામ્યા. - મહારાજા મહાબળ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી દંડ રાજા થયે. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલી પુત્ર થયે. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ઘણ મૂર્છા રાખતો હતો. ધર્મથી પરાભુખ રહી તેણે પોતાનું જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. મરણ PT AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust II449 II