________________ સુદના 448 | દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. દ્રવ્યમાંથી પર્યાને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યાનિત્યપણું રહેલું છે. જીવોમાં મોટા-નાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા જીવોના આત્મપ્રદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચવિકેચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રજાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દીવો ઘરમાં ખુલ્લો મૂક હોય તો ઘરના પ્રમાણુ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવાળા પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગોઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુંથુવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હોય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાર્જીતિકને લાગ પાડવાનો પ્રયાસ ન કરો. અશરીરી સિદ્ધના જીવ કરતાં શરીરવાળા સંસારી જી અનંતગણા છે. સ્વ–પરપર્યાયની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મવાળા છે. પ્રમાદવડે કે કષાયિત પરિણામે પાંચ ઇંદ્રિ, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણનો નાશ કરવો કે વર્તમાન શરીરથી જીવને જુદો કરવો તેનું નામ હિંસા છે. અને તે જીવનું મરણ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. Ad Gunratnasuri MS - Jun Gun Aaradhak સ? i 448. D