________________ દશના રાજન ! આજે વગર પ્રરતા ધર્મોપદેશ સંબંધી જાગૃતિ કરવાનું જે મેં એકદમ સાહસ કર્યું છે તેમાં વિલંબ ન કરી શકાય તેવું પ્રબળ કારણ છે. તે કારણ આપ સાવધાન થઈને સાંભળજે. મહારાજા! આજે હું આકાશમાગે નંદનવનમાં ગયો હતો. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા બે ચારણશ્રમણ મુનિઓ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામ આદિત્યયશા અને અમિતતેજ હતા. સાક્ષાત મૂતિમાન ધર્મ જ હોય નહિ તેમ અતિશાયિક જ્ઞાનસંપન્ન તેઓ હતા. ભક્તિભાવથી વંદન કરી મેં તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્! મહાબળ રાજાનું આયુષ્ય કેટલું બાકી છે? તેઓએ ઉપગ મૂકી નિર્ણય કરી કહ્યું. ભદ્ર સ્વયંબુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહિનાનું બાકી રહ્યું છે. આ સાંભળતાં જ ત્યાં ન રોકાતાં સંભ્રાંત થઈ હું તરત જ આપની પાસે આવ્યો છું. હકીકત આ પ્રમાણે છે. તો હે રાજા! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી લ્યો. “એક મહિનાનું આયુષ્ય બાકી છે.” આ શબ્દ સ્વયંબુદ્રના મુખેથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયો. તેના મુખની લાવણ્યતા ઊડી ગઈ, વિષાદથી શરીરની કાંતિ વિચ્છાદિત થઈ ગઈ. તેનાં નેત્ર આંસથી ભરાઈ આવ્યાં હૃદય શોકાનળથી બળવા લાગ્યું. પાણીથી ભરેલા માટીના કાચા ઘડાની માફક તેનું શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનું શરીર કંપવા માંડયું. આત્માને તે અધન્ય માનવા લાગ્યો. આવી સ્થિતિમાં રાજા સિંહાસનથી બેઠે થયો અને હાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -- 15 ના