________________ જુના 545 સાર્થવાહ, સેનાપતિ, ઐશ્વર્યવાન, વિનીત, રૂપવાન, સુભગ, ધીર, સુસ્વર, વિચક્ષણ વિગેરે જણાય છે. ત્યારે કેટલાએક તેનાથી વિપરીત દુ:ખથી સંતપ્ત થયેલા છો દેખાય છે. જેમકે, કાણા, આંધળા, બહેરા, મૂંગા, પાંગળા, કુરૂપ, દાસ, શ્રેષ્ય, દ્રમક, દરિદ્ર, દુર્ભગ, ખળ, નીચ, મૂર્ખ, કર, કુષ્ઠી અને વિરહાદિ દુ:ખથી વિધુરિત વિગેરે. આવા સુખ, દુઃખમય તારતમ્ય યુગના ભેદથી અનંત ભેદમય જીવોનું વિચિત્રપણું નિનિમિત્ત (નિમિત્ત વિનાનું) કોઈ પણ વખત ન જ હોઈ શકે. અંકુરાને ઉદ્દગમ–ઉત્પત્તિ પાણી, પૃથ્વી વિગેરે કારણો સિવાય સંભવ નથી તેમ કારણ સિવાય કોઈ પણ વખત કાર્યની નિષ્પત્તિ હોય જ નહિ. તે કારણ આ જ ભવ સંબંધી હોય તેવો કાંઈ નિયમ નથી, વૃક્ષના મૂળમાં પાણી સીંચતાં–તેના કાર્યરૂપ પત્ર અને ફળો વૃક્ષના અગ્રભાગ ઉપર જણાય છે. તેવી જ રીતે પરલોકમાં કરાયેલું કર્મ આ જન્મમાં પણ ફળ આપે છે. - પહેલું કારણ અને પછી કાર્ય કારણ પછી કાર્ય બનતાં થોડું ઘણું પણ વચમાં અંતર હેવું જોઈએ. આ ન્યાયથી ગર્ભાવાસમાં આવવારૂપ કાર્યનું કોઈપણ કારણ હોવું જોઈએ. અને તે કારણ ગર્ભાવાસમાં આવ્યા પહેલાના વખતમાં બનેલું હોવું જોઈએ. આ રીતે અન્ય જન્મપુનર્જન્મ હોવાને નિર્ણય થાય છે. જે નિમિત્તને પામી આ ઈવે પૂર્વજન્મમાં સુકૃત કે દુષ્કૃત કર્યું છે તે જીવનું જ કરેલું I445 | P. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Tru