________________ સુદર્શન ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક (જ્ઞાયક) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ કયાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલને અંશ છે તે તલને સમુદાય એકઠો કરતાં તેમાંથી તેલ બહાર આવે છે–(કઢાય છે) પણ રેતીના કણિયામાં તેમને અંશ નથી તો લાખે રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિ જ નીકળે. તેમ ભૂતના અંશમાં (પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં) જ્ઞાન શક્તિ નથી તે તેના સમુદાયમાંથી તે શક્તિ કેવી રીતે પેદા થશે? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શક્તિ રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદકરૂપે શક્તિ બહાર આવે છે તેમ ભૂતામાં તેવી જ્ઞાતૃત્વશક્તિ નથી માટે તે સમુદાય એકઠો મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શક્તિ બહાર આવતી નથી. આથી કહેવાને આશય એવો છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિક્ત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતને ધર્મ નથી. આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ બીજાના દેહમાં અનુમાનથી જાણી શકાય છે કેમકે સુખ, દુ:ખ, જ્ઞાનાદિ સર્વેમાં સાધારણ છે. અર્થાત સુખ, દુ:ખ જ્ઞાન આ સર્વને એક સરખું થઈ શકે છે, એટલે દેહમાં ચેતન્ય હોય ત્યાં સુધી સર્વે સુખ, દુ:ખને અનુભવ કરી શકે છે. વળી દુનિયાના જીવોનું વિચિત્રપણું જેમકે, કેટલાક સુખી; દુઃખી, કુલીન, રાજા, શ્રેઢી, Ac Gunratnasuri M.S.