________________ સુદર્શન E? l446 છે, કેમકે કર્તાના અભાવે કર્મ બની શકે જ નહિ. આ હેતુથી કર્તા તરીકે જીવ જ સિદ્ધ થાય છે. જીવોને દયાથી પુન્ય થાય છે અને જીવોને ઘાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવું વાવ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલોક પણ છે. તે સર્વ હોવાથી તપ, સંયમાદિ ક્રિયાઓ નિરર્થક નથી. અશેષ કમ ક્ષયરૂપ મેક્ષ પણ છે અને તે મોક્ષ વિશિષ્ટ તપ, સંયમથી સાધ્ય થઈ શકે છે. રાજા હરિશ્ચંદ્ર ! જીવ અપૌદ્ગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કર્મ, દૂધ અને પાણીની માફક એકમેક થઈ રહ્યા છે. શરીરમાં રહેલો જીવ શરીર પ્રમાણ છે.ઇલિ કાગતિએ અન્ય જન્મમાં જતો જીવ લોકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા જીવો છેલ ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે તે લોકના અગ્રભાગે રહે છે. તેઓને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીય આ અનંત ચતુષ્ક હોય છે. આ અશરીરી સિદ્ધ જીવોને કઈ પણ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવ આત્માનંદમય ત્યાં રહે છે. સંસારી જીવે, કષાય, યોગાદિ નિમિત્તે સુખ, દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ઘટરૂપ કાર્ય બનાવે છે, તેમ સંસારી જીવોને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ નિમિત્તો કાયમ હોવાથી સુખ, દુ:ખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. AC Jun Gun Aaradhak Trul