________________ લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકેચાઈ ગયું કેટલાએક કાગડાઓ અંદર રહી ગયા. થોડા વખતમાં વરસાદ થયો અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લું થયું. કાગડાઓ બહાર નીકળ્યા. સુદર્શના ચારે બાજુ નજર કરે છે તો કિનારો દેખાયો નહિ. ઊડી ઊડીને થાકતાં પાછા તે કલેવર પર 133 ] બેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર મચ્છ સમુદ્રમાં ખેંચી ગયો. તે સાથે કાગડાઓ પણ બીને મરણને શરણ થયા. આ દષ્ટાંતને ઉપનય–ભાવાર્થ સાંભળીને વિચાર કરશે. કાગડાને ઠેકાણે આ સંસારી જીવો, હાથીના શરીરમાં પ્રવેશ કરવો તે, સંસારી જીવોનું મનુષ્યના ભવમાં આવવું, કાગડાઓને હાથીના માંસને ઉપયોગ કરવો તે જીવોને વિષયસુખને ઉપભોગ, જેમ તે અપાનદ્વારને નિરોધ થો તેમ જીવોને વિષયસુખનો પ્રતિબંધ થયે. (તેના સિવાય ન ચાલે તે આગ્રહ કે તે) જેમ વર્ષાઋતુ તેમ છને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી બહાર નીકળવું તેમ જીનું પરલોકમાં જવું–જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ અશરણપણે સમુદ્રમાં ડૂબી મરણ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી જીવો અશરણપણે ધર્મના આલંબન વિના-ભવસમુદ્રમાં ડૂબી મરણ પામે છે. અર્થાત્ વારંવાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust h433