________________ સુદના /434 in . આ સંસારી જીમાં કઈ વિવેકી. બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખને ત્યાગ કરી તપ–સંયમ આદિ આત્મધર્મમાં પ્રયત્ન કરે તો તે વારંવાર જન્મ, મરણ કરતા નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે. જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણા કરાવી મોહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રસ્તે પાથેય (ખાવાનું ભજન) વિનાના પથિક(વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે. હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં ઘણા વખતના લાંબા સુખથી જંબુક [શિયાળની માફક ન ચૂકશો ભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે. રાજાએ કહ્યું. રસ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થયો? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક ભિવ્ર ફરતો હતો. દૂરથી આવતો એક હાથી તેના દેખવામાં આવ્યો. ભિવ્ર હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગયે. ઊંચો ભૂમિ ઉપર ઊભા રહી એક તીક્ષ્ણ બાણુ હાથીના ઉપર છોડયું. આ બાણુ હાથીના મર્મસ્થાનમાં લાગવાથી એક જ પ્રહારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડશે. હજી પણ તે હાથી જીવતો છે એમ ધારી તેનાં દાંત અને માની લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચે મૂકી હાથમાં પરશું // 434 / Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Thu