________________ * = = = દર્શના // 432 I છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મનોરથો મનમાં ખડા થાય છે. છેવટની વિયોગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગળા ઉપર નાખવામાં આવેલા પાણીના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનાનું નામનિશાન પણ યાદ રહેતું નથી. કેઈ યાદ કરાવે તોપણ મોહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા, પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુ:ખથી તપેલા મનુષ્ય છેવટની સ્થિતિએ ધર્મ સાધન કેવી રીતે કરી શકશે. મરણ જીવનના કટોકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શિયળ પાળવાન, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ. મન, વચન, શરીરના વ્યાપાર મંદ પડયા પછી જ પરલોકહિત કેવી રીતે કરી શકશે? વિષયમાં આસક્ત થયેલા જીવ, હાથીના કલેવરમાં વૃદ્ધિ (આસક્તિ) પામેલા કાગડાની માફક સંસારસમુદ્રમાં ડૂબી મરે છે. ગ્રીષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયો. તેનું શરીર જીણું હોવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં જ મરણ પામે. તેનું માંસ ખાવા માટે એક શિયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ર પાડયું માંસના અર્થી કાગડાઓ ત્યાં આવ્યા અને અપાનપ્રદેશમાં પેસી માંસ ખાવા Ac. Gunratnasuri M.S. / કર | Jun Gun Aaradhak T