________________ સુદર્શન છે , 8, 9, 10 સમદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબે ચડી ગયું. અને મોટા ખડક સાથે અકળાઈ અકળાઈને ભાંગી ગયું. સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી ૫ડો. અથવા પૂર્વ કર્મના સંગે જીવો નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી. જળની સોબતવાળા-(શ્લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સોબતવાળી) દુઃખે સમદ્રનો પાર પમાડે તેવી જર્જરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી) સાંધાઓથી જદા થયેલા (સ્નેહ-સંધિથી જુદી પડેલી) અને દોરથી તૂટેલ સઢવાળા-(ગુણસમૂહથી રહિત થયેલી) તે વહાણને રાજાએ નીચ સ્ત્રીની માફક તત્કાળ ત્યાગ કર્યો. ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસમુદ્રમાં ઉત્તમ મનુષ્યપણું જેમ દુઃખે મળી શકે છે, તેમ આવા દુ:ખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળાપર્વતને મેળવી શક: અર્થાત્ વહાણ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળાપર્વત પાસે આવ્યો. સકમાળ શરીરવાળા સખી રાજાને ક્ષુધા અને તુષા ઘણી લાગી હતી. તેનામાં ચાલવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી, તથાપિ કાંઈક સારી આશાથી ધીમે ધીમે ઘણી મહેનતે તે પહાડ ઉપર ચડી શકે, ઉપર ચડયા પછી આજુબાજુ નજર કરતાં નજીકના એક શિખર પર રમણીક એક મંદિર તેના દેખવામાં આવ્યું, રાજા ત્યાં ગયા. પાણીની તપાસ કરતાં તે મંદિરના P.P.Ac. Gunratnasuri M.S. .: Jun Gun Aaradhak TMS