________________ સુદર્શના દ્વાર નજીક નિર્મળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરી પાણી પીને રાજા કાંઈક શાંત થશે. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે બેઠે, ત્યાં બેઠાં બેઠાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ બે પાદુકાઓ (મોજડીઓ) તેના જેવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યો. આ દેવમંદિર હોવાથી તેને કેઈપણ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળો) અહીં આવતા હોવો જોઈએ. અને આ પાદુકા પણ તેની જ હોવાનું સંભવ છે. તે પાદુકાને માલિક કોણ હશે? તેના તરફથી પિતાને કાંઈ મદદ મળશે કે કેમ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી ઊભું થયું અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યો. તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર સ્ત્રી તેમના દેખવામાં આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયો. અહા ! આવા નિજન પ્રદેશમાં આ સંદરી કેણ અને કયાં શું તેણીનું લાવણ્ય ! શું તેણીનું અદૂભુત રૂપ ! શું તેણીનું સૌભાગ્ય. આ સુંદરીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુણાદિનું વર્ણન કરવામાં સમર્થ છે. ઈત્યાદિ વિચાર કરતો રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસપણે નિહાળી નિહાળીને જોવા લાગે. 26 * પહાડની ચારે બાજુ સમુદ્ર હોવાથી આકાશગમન કરવાવાળા સિદ્ધપુરુષની શંકા થઈ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True