________________ સુદશ ના મહસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીઓ તૈયાર કરી. રાજ્યભાર મુખ્ય પ્રધાનને સેંગે. અને કેટલાંક મનુષ્યો સાથે પાંચ મોટા વહાણ લઈ, શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું. અહા! મનુષ્ય ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ. ગમે તેટલા ઉત્તમ મુહુર્તો દેખા, તથાપિ પુણ્યની પ્રબળતા સિવાય પ્રારંભેલ કાર્યને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્ય જ પ્રતિકૂલ હોય ત્યારે શુભ ગ્રહો અને ઉત્તમ મુહૂર્તો શું કરશે? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજ્યારોહણ કરવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ને વનવાસ જવું પડયું. કહ્યું છે– कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुभा ग्रहाः / वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रबजितो वने // 1 // કેવી કર્મની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણે જુદી જુદી દિશામાં જુદા પડી ગયાં. શઢ તૂટી પાણીનાં મોટાં મોટાં જ ઊછળી ઊછળી વહાણમાં આવવા લાગ્યાં. પાણીનાં હલેસાથી વહાણુ ઊંચે ઊછળી ઊછળી નીચે પડવા લાગ્યાં. વહાણુના બચાવ માટે કપ્તાએ તથા અંદર બેઠેલ મનુષ્યોએ ઘણો પ્રયાસ . કર્યો. પણ તે નિરર્થક ગ. છેવટે જે વહાણુમાં રાજા મહસેન હતો તે વહાણું પવનના તેફાનથી AC Guntatasus Jun Gun Aaradhak Trus