________________ સુદર્શન // 23 મારે એક પુત્રી છે. મારી કુંવરીનાં મારે પોતે વખાણ કરવાં તે છે કે યોગ્ય નથી છતાં તેના અદૂભુત ગુણો જણાવવા તે કાંઈ અયોગ્ય ન જ ગણાય તેથી હું ટૂંકામાં એટલું જ જણાવું છું કે અદૂભૂત રૂ૫ની સૌંદર્યતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચંપકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઈ નથી. - આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમારો તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેઓમાંના કોઈપણ કુમાર સાથે પાણિગ્રહણ કરવાનું પસંદ કરતી જ ન હતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ તેણીને દેખાડવામાં આવ્યું. તે ચિત્રપટ નિહાળતાં જ અકસ્માત તમારા ઉપર તે અનુરાગિણી થઈ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુત્રીને લાયક પતિ મને જાણી હું ઘણે ખુશી થયો. અને તરત જ આ મારી પુત્રી તમોને અર્પણ કરવાની માંગણી માટે મેં મારા પ્રધાનને તમારી તરફ મોકલાવ્યો છે, તો તમે તે માંગણીને સ્વીકાર કરશે, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પધારશો. ( આ પ્રમાણે જયરાજનાં મંત્રીનાં વચન સાંભળી મહસેન રાજાને ઘણે આનંદ થયે. પ્રધાનની વાત ધ્યાનમાં લઈ, તેણે તરત જ રાજાની માંગણીને સ્વીકાર કર્યો, અને પારિતોષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મંત્રીને વિદાય કર્યો. II 23il Jun Gun Aaradhak Trust P.P.ACGunratnasuri M.S.