________________ સુંદના { 408 છે લોઢું ઉપાડયું. આગળ ચાલતા રૂપાની ખાણ દેખી એટલે ઊપાડેલું લોઢું ફેંકી દઈ તે ખાણમાંથી રૂપે ઉપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂ૫ ફેંકી દઈ ઊપાડાય તેટલું સેનું ઉપાડી લીધું છેવટે તેમને રતનની ખાણ મળી આવી, ત્યારે સોનું મૂકી દઈ રને ભરી લીધાં. આ સમુદાયમાં એક મૂખ અને કદાગ્રહી વણિક હતા. તેણે આ સર્વ પ્રસંગેમાં પ્રથમ ઊપાડેલ લોઢાને ત્યાગ ન જ કર્યો. તેના મિત્રોએ તેને ઘણો સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઉલટી તેઓને ઠપકો આપવા લાગ્યું કે તમે અનવસ્થિત પરિણામવાળા છો. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ બરોબર કરવો જોઈએ. સારું દેખી ઈતરને ત્યાગ કર ગ્ય નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઊપાડેલું લોઢું હું કેમ ફેંકી દઉં ! ઈત્યાદિ કહી તે લોઢું ઊપાડી બીજા વણિકે સાથે તે પોતાના શહેરમાં આવ્યું. અન્ય વણિકોએ રને વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઇંદ્રિયજન્ય સુખનો ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વ૫ કીંમત આવી. તે નિરંતરને માટે દુ:ખી જ રહ્યો. પોતાના મિત્રોને આનંદ કરતા દેખી પોતાના કદાગ્રહ માટે તેને ઘણો પશ્ચાત્તાપ થયે પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન મલ્યું તેમ હે રાજા ! આ નાસ્તિકવાદને તું ત્યાગ નહિ કરે તે પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુ:ખની પરંપરા જ ભેગવીશ. Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhak The | 48 i.