________________ ET સુદના , રાજાએ કહ્યું. ગુરુરાજ ! મેં પૂર્વે કેવી રીતે અને કયાં દુસહ દુઃખનો અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણાવો છો ? ગુરુએ કહ્યું. રાજન ! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતો હતો. દઢ મિથ્યાત્વી હતો. અધમ હલકાં યા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસક્ત રહેતું હતું. તેમ તે મહાનું કદાગ્રહી હતા. તેનું નામ અર્જુન હતું. જીવાજીવાદિ તત્ત્વને જાણનાર દઢ સમ્યકત્વવાન અને મુનિઓની સેવા કરવામાં પ્રીતિવાળા સુહંકર નામનો તેને મિત્ર હતો. અનેક સિદ્ધાંતના પારગામી સુધર્મ નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહંકરે મધુર વચને અર્જુનને કહ્યું મિત્ર! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુને લાભ કેટલાએક મનુષ્યો લઈ શકતા નથી. આલસ્ય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કતહલ અને ક્રીડા આ સર્વે કારણોને પરાધીન થઈ દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારનો નિસ્તાર કરનાર ધર્મશ્રવણનો લાભ મનુષ્ય મેળવી કે પામી શકતા નથી. મિત્ર! આ ધર્મશ્રવણુ પાપના પુંજરૂપ પહાડને દવા માટે વા સમાન છે. ક્રોધરૂપ Jun Gun Aaradhak Trum 0o P.P.Ac Gunratnasuri M.S.