________________ ~ - - - - - - - - સુદનામ - - 407 | - - રાજાએ કહ્યું અહા ! હે મુનિનાથ ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજ સુધીમાં મેં અનેક જીવોને નાશ કર્યો છે. અસત્ય બોલવામાં, પરધન હરણ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કોઈપણ જાતની ઓછાશ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહોનિશ કર્યું છે હે કૃપાળુ મુનિ ! હું વધારે શું કહું! દુનિયામાં એવું કઈ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યું હોય. આપના વચનામૃતોથી મારું મિથ્યાત્વ વિષ નષ્ટ થયું છે. પણ મારા મનમાં એક જ વિચાર આવે છે કે કળક્રમથી ચાલતા આવેલા નાસ્તિકવાદને હું કેમ ત્યાગ કરું ? ગુરુએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યને તેને ત્યાગ કરવો કાંઈ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાને કે વ્યાધિને શું મનુષ્યો ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છે જ. હે રાજા ! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે તે, પેલા કદાગ્રહી મૂખ વણિકની માફક તું પણ દુ:ખી જ થઈશ. રાજા–પ્રભુ તે મૂખ વણિક કેવી રીતે દુ:ખી થયો? ગુરુએ કહ્યું : રાજા ! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિક ધન કમાવા નિમિત્તે Iણ પરદેશ જતા હતા. રસ્તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું. તેટલું I407 l'Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust