________________ સુદર્શના I406 in a સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરુને નમસ્કાર કરી તેમની સન્મુખ બેઠે. દુંદુભીની માફક ઉદ્દામસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી શરુ કરી. ઉત્તમ કમ સંબંધે દુર્લભ મનુષ્યજન્મ તમને મળે છે. આ વિનાશી માનવદેહની મદદથી, ઉભયલોક હિતકર ધર્મ, તમારે શકત્યનુસાર કરી લેવો જોઈએ. ગુરુશ્રીનું આ વચન પૂર્ણ થતાં જ રાજા બોલી ઉઠ. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈપણું દેખાતું નથી તે પછી પરલોકમાં જવાવાળો આત્મા કેમ સંભવે ? અને પરલોકમાં જવાવાળો જ કેઈ નથી. તો પછી ધર્મક્રિયા કેને માટે કરવી ! ગુરુશ્રીએ ઉત્તર આપ્યો. પાંચ ભૂતથી અધિક જુદે આત્મા ન હોય તો પછી હું સુખી છું. હું દુઃખી છું. આ અહિતકર છે, આ હિતકારી છે. એવું જાણનાર કોણ છે ! આ જ્ઞાન કેને થાય છે ? વળી અમે દીઠું, સાંભળ્યું, સૂઠું ખાધું, અને સ્પર્યું, અમે વિચાર્યું. ઇત્યાદિ સર્વે એક કર્તાના કરેલા વિકલ્પો કેમ સંભવી શકે? પહેલાં આંખથી જોયું હતું, પછી આખ ફૂટી ગઈ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણ રાખનાર કોણ ! જરૂર ઇદ્રિયથી ભિને આત્મા માનવો જ પડશે ઈત્યાદિ યુક્તિયુક્ત વચનાથી જીવ, અજીવ, પુન્ય, પાપ, બંધ, મેક્ષ વગેરે તત્ત્વોનું રાજાને શ્રદ્ધાન થયું. , | 406 || Ac. Gumatasun M Jun Gun Aaradhak THS