________________ કદના # ૪૦૫ર હતા. અને આ સર્વે પ્રયત્ન તે માટે જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપે. | કઈ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયોગથી આપ નિર્વિષ થયા છો એમ મારું માનવું છે. બાકી આમાં સત્ય શું છે. તે તો જ્ઞાની પુરુષો જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મેં આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવાનું મુનિના શરીરને સ્પર્શને આવેલો પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પશે તો તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળો મનુષ્ય નિર્વિષ થાય છે. આપના સંબંધમાં કદાચ તેમ બન્યું હોય તે તે બનવા યોગ્ય છે. “સુમતિ પ્રધાને પોતાની તર્કશક્તિ દોડાવી.' રાજાએ નિર્ણય કરવા માટે સુભટોને હુકમ કર્યો કે ઉપરની બાજુ જઈને તપાસ કરે કે કઈ સ્થળે ત્યાં કોઈ લબ્ધિવાનું મહાત્મા છે? સુભટ તપાસ કરી થોડી વારમાં જ પાછા ફર્યા અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકરંડ ઉદ્યાનમાં અનેક લબ્ધિસંપન્ન, મુનિગણથી પરિવરેલા શશીકભાચાર્ય કેવળજ્ઞાની આજે જ સમવસર્યા (આવી રહ્યા) છે, દેવો અને દાનવો તેમની સેવા કરી રહ્યા છે. પ્રધાન! ખરેખર તો નિર્વિષ થવામાં તે મહાપુરુષને જ પ્રભાવ છે. ચાલો આપણે ત્યાં જઈએ. રાજાએ હર્ષાવેશથી જણાવ્યું. “જેવી આપની આજ્ઞા અને ઇચ્છા” પ્રધાને નમ્રતાથી સમ્મતિ જણાવી. Yoy Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhakti