________________ સુદર્શન | 404 |404 | છે. જેઓ પરલોકથી પરામુખ થયા છે તેઓ આ દેહમાં તે કાયમ ન જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરણથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે. " વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી તે પાપી યોગી કઈ સ્થળે નાસી ગયો. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના છેડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધાનાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતિતિવાળા અનેક મંત્રવાદિઓને બોલાવ્યા બનતા પ્રયત્ન તેઓએ વિષવાળા અન્નના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પુરુષે પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્કલ નીવડયા. પ્રધાને નિરાશ થયા, નગરના લોકો ખેદ પામ્યા. અંતેઉરમાં આકંદના શબ્દો ઊછળવા લાગ્યા રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી મશાનમાં લાવ્યા. ચંદનના ઇંધનેની ચિંતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં આવ્યું. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાજાએ નેત્ર ઉઘાડયાં અને ચિતામાંથી બેઠે થઈ નીચે ઉતર્યો. પ્રધાન આ શું ! ચિતા શા માટે ? અને આ લોકે કેમ એકઠા થયા છે ? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. મહારાજ ! તે દુષ્ટ થેગી આપને ઝેર આપી નાશી ગયો. ઝેર ઉતારવાના પ્રયોગ સર્વ નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણી શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru!