________________ સુદર્શના d40 || રાજનું ! યેગી પુરુષો ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી. ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ તમારા માટે આવ્યો છું. રાજા–એવી કોઈ તાત્કાલિક દિવ્ય શક્તિ તમારી પાસે છે કે જે અમે અહીં જોઈ શકીએ? | ગી–રાજનું ! મારી પાસે ઘણી દિવ્ય શક્તિઓ છે. કહે તે દિવસે રાત્રિ બનાવું. ! રાત્રિએ દિવસ બનાવું. પૃથ્વી પરથી પહાડ ઉપાડી લઉં. આકાશમાંથી ગ્રહ, નક્ષત્રોને નીચા પાડું. સમુદ્ર તરી જાઉં. પાણી થંભી લઉં દુર્વાર પરચક્રને રોકું. એવું કઈ સામર્થ્ય નથી કે જે મારાથી અસાધ્ય હોય. નર્મદ નામના પ્રધાને કહ્યું : અહો! યોગીરાજ તમે તો ઘણો ગરવ કરો છો. અરે ! પહાડ ઉઠાવવાનું કે નક્ષત્ર નીચા પડવાનું કાંઈ કામ નથી. મારી સ્ત્રી રીસાઈને કોઈ સ્થળે ચાલી ગઈ છે. તેના સિવાય મારું ભુવન જ નહિ પણ આખું જગત હું શૂન્ય જોઉં . તેને જે તમે હમણાં જ અહીં લાવી આપો તો તમારી બીજી શક્તિ પણ માનવામાં આવે. અન્યથા ફોગટ ટાઢા પહોરના તડાકા મારવાથી શું ફાયદો? પ્રધાનના શબ્દો સાંભળતાં જ ગીએ તે સ્ત્રી ઉપર આકર્ષણી વિદ્યા ચલાવી. થોડા જ વખતમાં સભાલોકોના દેખતાં, શરીરનું મંડન કરતી, સુગંધી તેલથી લેવાયેલા હાથવાળી તે સ્ત્રીને સંભામાં લાવી મૂકી. તે દેખી આનંદથી પ્રધાન યોગીની શક્તિ પર નાચવા લાગ્યો. રાજને Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trus