________________ સુદર્શના 401 6. પામે છે તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે. પૂર્વે કાંતિપુરમાં નરસુંદર રાજા રાજ્ય કરતો હતો. તે કલિષ્ટ અધ્યવસાયવાળો, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતો. મિથ્યાત્વનું ઉમૂલન કરનાર વાળવા તત્ત્વમાં પ્રવીણ બુદ્ધિને નિધાન સુમતિ નામનો તેને પ્રધાન હતા. ચંડપુર શહેરમાં ચંડસેન નામને, નરસુંદર રાજાને સામંત રાજા રહેતો હતો. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કંટાળ્યો હતો. નાના પ્રકારની મંત્ર, તંત્રાદિ મલિન વિદ્યામાં કશળ. પિતાના બાળમિત્ર યોગીને બોલાવી નરસુંદર રાજાને કોઈપણ પ્રયોગથી મારી નાખવાની તેણે પ્રાર્થના કરી. ગીએ કહ્યું તું શાંત થા. હું તારે મનોરથ બનતા પ્રયત્ન પૂર્ણ કરીશ. યોગીનાં વચનેથી ચંડસેન ઘણે ખુશી થઇ. હર્ષાવેશમાં પોતાના શરીર પરનાં તમામ અલંકારે તેને આપી દીધાં. યોગી કાંઈક આડંબર કરી કાંતિપુરમાં આવ્યો. ગામ બહાર જાહેર સ્થળે ઉતારે કરી. મંત્ર, તંત્રાદિ પ્રયોગથી લોકોને ખુશ કરવા લાગ્યો. આ વાતની રાજાને ખબર પડતાં. યોગીને તેણે પોતાની પાસે બોલાવ્યા. યોગી રાજસભામાં આવ્યા. રાજાએ આસન અપાવ્યું. શાંત ચિત્ત તે આસન પર બેઠે. રાજાએ વિનયથી કહ્યું : યોગીરાજ! તમારું આગમન ક્યાંથી થયું છે? યોગીએ કહ્યું /401 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradh Tru