________________ સુદના ? I400 છે કે (સત્યતામાં) ગણવા. અસત્યને પણ સત્ય ગણ્યા. સત્યના નિર્ણયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનતા તે અનભિગ્રહિક. સત્ય ધર્મને જાણવા છતાં, કદાગ્રહના કારણથી પિતાની અસત્ય માન્યતાને વળગી રહેવું, સત્યને અંગીકાર ન કરવો પણ જાણવા છતાં અસત્યને પોષિત કરવું તે અભિનિવેશિક મિથ્યાત્વ. મોટે ભાગે સત્ય સમજાયું હોય તથાપિ બુદ્ધિની દુર્બળતાથી, ઓછાશથી કઈ કઈ સ્થળે શંકા રહે—તે સંશયિક મિથ્યાત્વ. ધર્મધર્મનો વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધર્માધર્મ તરફ લક્ષ જ ન આપવું, ધર્મને માટે, કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એકેદ્રિયાદિ જીવોમાં અનાગિક મિથ્યાત્વ હોય છે. આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યાત્વને ત્યાગ કરી સત્યને આદર કરે. સત્યને આદર નહિ કરનારા મિથ્યાદષ્ટિ જીવો નાના પ્રકારની ક્રિયાઓ કરે, તપશ્ચર્યા કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહને ત્યાગ કરે તથાપિ તે કદાપિ મેક્ષ મેળવી શકતા નથી. મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુ:ખરૂપ છે. તેમાં આસક્ત થયેલા , દુ:ખની પરંપરા { } | no | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak