________________ સુદર્શના . 398 આ મદેવાજીના ચરિત્રમાંથી, સુદર્શન તમને ઘણું શીખવાનું છે, તેમની વિશુદ્ધતાનું કારણ પ્રભુ ઉપરનો ધાર્મિક સ્નેહ હતો તેથી આગળ વધવામાં તેમના સદ્દવિચારોની પ્રબળતા હ સદ્દવિચારોની પ્રબળતાથી મનુો ઘણી ઝડપથી આગળ વધી શકે છે. - આ ત્રણ ભેદ સિવાય બીજા પણ સમતિના અનેક ભેદ છે. સમક્તિને ત્યાગ કરતે હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતો હોય, તે અવસરે મિષ્ટ ભોજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થોડા વખત હોય તેને સાસ્વાદન સમકિત કહે છે. ક્ષયોપશમ સમકિત પૂર્ણ કરી ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત્ ક્ષપશમની છેલ્લી હદ છેલ્લા પુદ્ગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે. તેમજ નિસર્ગરૂચી, ઉપદેશરૂચી, આજ્ઞાચી, સૂત્રરૂચો, બીજરૂચો, અભિગમરૂચો, વિસ્તારરચો, ક્રિયારૂચો, સંક્ષેપચો, ધર્મરૂચ, તથા રેચક, દીપક, નિશ્ચય, દ્રવ્ય, ભાવ ઈત્યાદિ–આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે. તથાપિ તે સર્વને ભાવાર્થ તત્ત્વોનું શ્રદ્ધાન થવું, તેનાથી જુદે પાડી શકતો નથી. ઉપાધિ ભેદથી તેના ભેદે કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે જ્ઞાન કરવું તે સર્વને મુખ્ય ઉદ્દેશ છે. આ શુદ્ધ શ્રદ્ધાનવાળા છ દેવલોકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સભ્યત્વ કાયમ ટકી રહે તે સાત આઠ ભવથી વધારે વખત તે સંસારમાં રહેતો નથી. -- // 38 -- Ac. Gunratnasur MS. Jun Gun Aaradhak Trus