________________ સુદર્શન કે 37. તેનાથી જ્ઞાન દર્શન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરુપદ્રવિત, સ્થિર અને સર્વથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે. ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્મદેશના સાંભળી ભરત રાજાને પુત્ર ઋષભસેન જેનું બીજું નામ પુંડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત થઈ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. બીજા પણ ભરતના પાંચ પુત્ર અને સાત પુત્રના પુત્ર વિગેરેએ ચારિત્ર ગ્રહણ કર્યું. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકાઓ થઈ તેમણે ગૃહસ્થ ધર્મને લાયક વ્રત, નિયમે ગ્રહણ કર્યા. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવોને પ્રતિબંધ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધર્મનું બીજ રોપી, અનેક જીવોને પ્રતિબોધી તેઓ મોક્ષે ગયા. મદેવાજીનું ચરિત્ર આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે. પૂર્વના કોઈ પણ જન્મમાં કોઈ પણ વખત ધર્મમાર્ગ નહિ પામવા છતાં તેઓ સહજ ઉપદેશથી નિર્મળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ સાયિક ચારિત્ર પ્રાપ્ત થતાં પૂર્ણજ્ઞાન નિવણ પદ પામ્યાં. મરુદેવાજી થોડા વખતમાં પણ ત્રણે જાતનાં સમ્યકત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચન ઉપર શ્રદ્ધાન થવારૂપ પરિણામ (વિશુદ્ધિ) થતાં ક્ષપશમ સભ્યત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યકત્વ અને આત્માની લીન દશામાં ક્ષાયિક સમ્યક્ત્વ તેમને થયું હતું. P.Ad Gunratnasuri M.S. | 37 || Jun Gun'Aaradhak Trust