________________ સુદર્શના il36 i | લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી બેયસ્વરૂપ થઈ રહ્યાં અર્થાત્ કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના અંધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણુ પદ પામ્યાં. આ અવસર્પિણી કાળમાં મરુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દેવો ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં–જળશરણુ (પ્રવાહિત) કર્યું. છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજા સમવસરણમાં આવ્યું. પ્રભુને વંદન કરી ગ્ય સ્થાનકે બેઠો. પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાનું અંધકારવાળી મેહ રાત્રિ વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલોક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું) છે. તે અટવીમાં ચાર બાજુ પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠે છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ વાયુ પૂર જેસમાં કુંકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતો પ્રમાદ અગ્નિ, આ ગાઢ નિદ્રામાં ઘોરતાં જીવોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય રત્ન બાળીને ભસ્તીભૂત કરે છે. હે માનવ ! જાગૃત થાઓ, જાગૃત થાઓ. આ ભયંકર દાવાનળથી પિતાના બચાવ કરવા મારા કહેલા ઉપાય તમે સાંભળી અને તરત કામે લગાડો, નિર્મમતારૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાઓ. સંયમયોગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખેંચી કાઢી, | 36 il Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak