________________ સુદર્શના # 5. એટલે આંતર કરુણાથી સુખી કરવા નિમિત્તે સર્વ જીવોને તે તાત્ત્વિક ઉપદેશ આપે છે, તે તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હોય ? ન જ હોય. આ પ્રમાણે વિચારદષ્ટિથી મરૂદેવાજીએ પુત્રસ્નેહને બદલાવી, સાચો ધર્મ સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યો. તેમના વચન ઉપર ખરા અંતઃકરણથી પરમાર્થ દૃષ્ટિનું શ્રદ્ધાન ચોટયું, તેઓ કહે છે તે સત્ય જ છે કે જો મમત્વ ભાવથી જ મેહનીય કર્મ બાંધે છે અને પછી સંસારપરિભ્રમણ કરે છે એ વચનને સ્પર્શી જ્ઞાનર્થી તાવિક ભાન થયું. હવે તેઓ બીજ વાદ્યને વિચાર કરવા લાગ્યા કે, “સર્વ ઉપરથી મમત્વને ત્યાગ કરનાર અંતમુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાથ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઈએ. મને ક્યાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે? તે મારે શોધી કાઢવું. આમ સિક નિર્ણય કરી તેની ગવેષણામાં તેમણે પ્રવેશ કર્યો તપાસ કરતાં કરતાં પુત્રો ઉપર, કટુંબ ઉપર, મહેલાદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કર્મો ઉપર જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક જ્ઞાનથી કાઢી નાખ્યું. મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થયે. પરમશાંતિ અનુભવવાથી આત્મા કર્મ છે રુપ છે બાજાથી હલકો થયો હોય તેમ જણાયું. આ શાંતિને અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું છે ભાન છૂટી ગયું. પ્રભુ ઉપર તારક સ્નેહ પણ ગયો. છેવટે તન્મય ભાવ પામતાં આત્મામાં P.P.AC. Gunratnasure M.S. Jun Gun Aaradhak Trust