________________ સુદર્શન || 385 આ અરસામાં તેઓમાં પાપવૃત્તિ તેમજ ધર્મવૃત્તિ બન્ને નહિ જેવી જ હતી. આયુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટૂંકા વખત સુધી પાલન-પોષણ કરી, બન્ને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન થયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રી-પુરુષને વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેઓમાં બીલકુલ ન હતી. તેમાં અકાળ મરણ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરુષ આપસમાં સંતોષથી સંસારનિર્વાહ કરતા હતા. વખતના વહેવા સાથે તેઓમાં રાગ-દ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લોકોના * બુદ્ધિબળના પ્રમાણમાં કાંઈક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાજાદિ અધિકારીપણું પણ તે યુગલિકોના ઘણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું તે પહેલાં તે લોકો તદ્દન સ્વતંત્ર હતા. તેમ તેને તેની જરૂરિયાત પણ ન હતી. જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષમાંથી મેળવી શકાતા આહારાદિ પણ ઓછો નીપજવા કે મળવા લાગ્યાં. સાધને ઓછાં થતાં લોભ વધ્યો અને લોભ વધતાં તેમાંથી ક્રોધને જન્મ થયે. ક્રોધ થતાં આપસમાં લડવા લાગ્યાં. તેમના સમાધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્ય રાજા તરીકેનું પદ સ્વીકારી યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે {{ I 35 Jun Gun Aaradhak Tr.