________________ સુદર્શના + 386 || યોગ્ય નીવડે. “હા ! તેં આ શું કર્યું ?? આટલા શબ્દથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર કરી લોકો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મોટી શિક્ષા તરીકે મા ! આ શબ્દ વાપરવો શરૂ સ કર્યો. ‘ફરી આવું કદી ન કરશો’ કાળક્રમે જ્યારે લકે, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે ‘ધિક્કાર” શબ્દ જાયે. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ માટે હા, મા અને ધિક્કાર આ દંડ નીતિ વપરાતી હતી. આ અરસામાં તે યુગલિકમાં નાભિ રાજા અને મરુદેવાનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકોની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે ઋષભદેવજી અને સુમંગલાના યુમ(જેડલા)ને જન્મ આપ્યો. આ જન્મ યુગલિક રિવાજથી વિપરીત હતા, કેમકે યુગલિકે પોતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુમને જન્મ આપતા હતાં ત્યારે આ ઋષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત્ યુવાવસ્થામાં જ મરુદેવાજીએ ઋષભદેવજીને જન્મ આપ્યો હતો.. | ઋષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાનું ગી હતા, તેથી પાછલા અનેક જન્મના જ્ઞાન સાથે [ અવધિજ્ઞાન સહિત 1 તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી યુગલિકાની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા. As. Guinratnasuri M.S. Jun Gun Aaradhak II 386 i