________________ દર્શના પર હું 384 છે અને ક્ષાયિક કેવળ નિર્મળ છે. પરિણામની વિશદ્ધિથી નિર્મળ ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માસુદેવાજી નિર્વાણપદ પામ્યાં. તેવી જ રીતે સર્વ જીવોએ આત્મગુણ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઈએ. | મારુદેવાજી આ ભારતભૂમિ ઉપર એક વખત એવો હતો કે, જ્યાં યુગલિક મનુષ્યનું જ સામ્રાજય હતું. તે લોકો ઘણાં ભેળાં અને સરલ સ્વભાવનાં હતાં. લોભ કે મમત્વ ભાવ ઘણો જ ઓછો હતો. અત્યારના વખતના મનુષ્યોમાં વિષય કષાયની જે હદ ઓળંગાઈ ગયેલી જોવામાં આવે છે તેના હજારમા ભાગે પણ તે વખતના જીવમાં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષ (કલ્પવૃક્ષ) એટલાં ફળદ્રુપ હતો કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રો, ખાવા માટેનાં વાસણ અને પ્રકાશ થઈ શકે તેવી વસ્તુઓ તેઓ મેળવી શકતા હતા. કલ્પવૃક્ષનાં ફળોથી શરીરને નિર્વાહ ચાલતો હતો. લોભ વિશેષ ન હોવાથી હથિયાર બાંધવાની તેઓને જરૂર પડતી ન હતી. તેમજ સર્વે સંતેવી હવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી. આ વખત આ ભારતભૂમિ ઉપર ઘણા લાંબા કાળ પર્યત ચાલ્યો, જેની એકંદરે સંખ્યા અઢાર કડાકોડી સાગરોપમ જેટલી મોટી હતી. જ 384 Ac. Gunratnasuri MS. . Jun Gun Aaradhak TL