________________ સુદર્શન B 382 - --- - વિશુદ્ધિ એ જ કે રાગ-દ્વેષની ઓછાશ કરવી. ઉપર જણાવેલી વિશદ્ધિ પર્યત તો અનેક જીવો અનેક વાર આવી શકે છે. પણ હવે આગળ માટે વિશદ્ધિમાં એકદમ મોટો ફેરફાર કરવો જોઈએ તેવો મેટો ફેરફાર જે જી કરી શક્તા નથી. તેઓ ત્યાં (તે સ્થિતિમાં) લાંબો વખત રહે છે, કેટલાક છે પરિણામની મલિનતામાં વધારો કરી (કર્મની રિથતિમાં વધારો કરી), ત્યાંથી પાછાં પડે છે. તેવાઓને આત્મમાર્ગ કઠણ થઈ પડે છે. કોઈ લાયક જીવ પરિણામની વિશુદ્ધતાથી આ રાગ-દ્વેષની ગ્રંથિ (ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પર્યંત તે પરિણામથી પાછા ન જ હટવારૂપ અનિવૃતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ)થી ઉપશમ સભ્યત્વ પામે છે. આ સમ્યકત્વ અપોદ્ગલિક યાને અરૂપી છે. તેમ હોવાનું કારણ એ છે કે તેમાં (તેટલા વખત માટે) મિથ્યાત્વ પુદગલો વિપાકથી કે પ્રદેશથી પણ વેદવામાં આવતાં નથી. જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ પ્રગટ થાય છે. | મીણાવાળા કેદ્રવાને પ્રયોગથી વિશદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલોક ભાગ તદ્દન શુદ્ધ થાય છે, કેટલાએક અર્ધવિશુદ્ધ થાય છે અને કેટલાએક તદ્દન મેલાં રહે છે. એવી રીતે આ અંતર્મુહુર્ત કાળ પછી પરિણામવિશેષથી ઉપશમાવેલા (સત્તામાં રહેલા) મિથ્યાત્વના ત્રણ ભાગ AC Gunratrasuri M.S. - || 30 || જન્મ S Jun Gun Aaradhak Trust