________________ સુના 381 છતાં ક્ષાયિક કરતાં આમ વિશુદ્ધતા ઓછી હોય છે. આ સમ્યકુવની પરાકાષ્ઠા પછી (છેલ્લી વિશુદ્ધિમાંથી) ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે. આ ક્ષયોપશમ સમ્યકત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. ' ઉપશમ સમ્યકત્વ પૂર્વે કહેલી મેહનીય કર્મની સાત પ્રકૃતિઓને (રાખથી ભારેલા અગ્નિની માફક) ઉપશમાવવી (વર્તમાન કાળમાં અંતર્મુહર્તા જેટલા વખત પયત પ્રદેશથી કે વિપાકથી નહિ વેદવી) તેને ઉપશમ સમ્યકત્વ કહે છે. પરમ ઉપશમ (શાંત યાને સ્થિર ) ભાવમાં રહેતાં આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્તિને ક્રમ એવો છે કે-અનંત કાળથી નાના પ્રકારની નિઓમાં પરિભ્રમણ કરતાં ભવિતવ્યતાના નિયોગથી કે કર્મ પરિણતિના નિયોગથી સંક્ષિપંચેંદ્રિયપણું મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક બેડોળ પથ્થરે, અથડાઈ પછડાઈને ગોળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતિના યોગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કડાકોડી સાગરોપમની અંદર પાપમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં–આ ઠેકાણે તે જીવોને રાગ-દ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેદ્યા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત જે વિશદ્ધિના જોરથી તેઓ અહીં સુધી–આ સ્થિતિ સુધી આવી પહોંચે છે તેથી વિશેષ વિશદ્ધિની હવે તેમને આગળ વધવામાં જરૂર પડે છે. તે સિવાય તેઓથી આગળ વધી શકાતું નથી. તે Jun Gun Aaradhak Trust P.P Ac. Gunratnasuri MS // 381 i