________________ સુદર્શના I 376 ણ પ્રકરણ ૩ર મું સમ્યગ દર્શન–બીજું રત્ન દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્રમેહનીય કર્મની અમુક પ્રકૃતિઓ (ભેદો) નાક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો (અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યકત્વ કે તત્ત્વશ્રદ્ધા કહે છે. આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યક રીતે ત યા પદાર્થો જાણી શકાય છે. અને દર્શનથી તેને ચક્કસ નિર્ણય થઈ શ્રદ્ધાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચૈતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે. દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી આ સમ્યગૂ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે. મોહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષતર હોવાથી તેના ત્રણે ભેદે જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિતર આત્માના વિશદ્ધ ગુણને (શ્રદ્ધાનને) રોકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત કરીકે જેમ સૂર્ય વાદળામાં ગાઢ I 376 માં Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak