________________ આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે. વખત વિશેષ થઈ જવાથી બીજાં દર્શનચારિત્રાદિ રત્નના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરુમહારાજે પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજા, સર શીળવતી, સાર્થવાહ વિગેરે સર્વ રાજમંડળ ગુરુને નમસ્કાર કરી ગુરુઉપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછાં ફર્યા. સુદર્શના અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ સુદર્શાના , A 35 રાજાએ પોતે પોતાના માણસે દ્વારા કરાવી આપી. દેવદર્શન, ગુરુદર્શન, ધર્મશ્રવણુ, સુપાત્ર દાન, સ્વધર્મીવાત્સલ્ય, દીનજનોનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળ્યો. સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભોજન કર્યું. ધર્મક્રિયા અને જ્ઞાનચર્ચામાં દિવસે પસાર કરી બીજે દિવસે ગુરુશ્રીનાં દર્શન અને ધર્મ શ્રવણ નિમિત્તે સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત જ્ઞાનભૂષણ ગુરુ પાસે આવી. મનુષ્યોને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરુણાબુદ્ધિથી ઉપદેશ આપવો શરૂ કર્યો. PP Ac. Cunrainasuri MS Jun Gun Aaradhak Trust છે . 375 |