________________ સુદર્શન 3es | છે. 374 . " “હાથમાં રહેલા મોતીની માફક આ સર્વ પૃથ્વીતળ જ્યોતિષ, મંત્ર વિગેરે કઈ મહાત્મા જાણી શકે છે” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશાયિક તરીકે જ્યોતિષ, રસાયણ અને મંત્રાદિ શાસ્ત્રો મનાય છે. તે પણ શાસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂર્ણ રીતે મહાત્માઓ જાણી શકે છે. એ અતિશાયિકપણું બતાવવાને જ હેતુ છે. પણ તેથી તે જ કવ્ય, જાણપણું કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું તે જ મુખ્ય જ્ઞાન છે, જેઓ નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ નિંદ્રપદ પામે છે ત્યારે જે પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું? જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણી, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પંદર દિવસે એક શ્લોક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂકવો ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત થોડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છે પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તે માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તો શું કહેવું? Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trus