SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ સુદરશના * 373 અને જન્મ, મરણનાં સંકટોમાંથી મુક્ત થવાનો જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્તવ્ય છે. વળી આત્મસાધન કરનારા સર્વ જીવો કાંઈ એક સરખી લાયકાતવાલા હોતા નથી. તેને લઈને સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેઓને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાઓથી બચાવવા અથવા પાછી હઠાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારો કે આચરણવાળા ગ્રંથ વિગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાને મુખ્ય ઉદ્દેશ હોય છે. નમસ્કારમંત્રાદિના જાપ પ્રમુખ શુભ આલંબને, પુન્યાદિની પુષ્ટિ માટે છે. અને તે પણ અમુક હદ સુધી ઉપયોગી છે. પૃથ્વી, પહાડ, નદી, દ્રહ, વિમાન અને જીવાદિની ગણતરીવાળા શાસ્ત્રો, અશુભ ધ્યાનથી બચવામાં વખતો વ્યય કરવા માટે છે. યોગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચલી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ યોગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારી તે ગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિકનું જ્ઞાન લોકસંસ્થાન ભાવનાના વિચાર માટે પણ છે. અને તેને પણ હેતુ એ છે કે આ સર્વે જ્ઞાનીથી દષ્ટસ્થળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણો કર્યા છે, હવે તેનાથી બચાવ કરવો જોઈએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસ્ત્રો જાણવાનાં છે. I 373 PAC Gunratnasuri M.S Jun Gun Aaradhak
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy