________________ સુના 1 ૩૭ર | કરવું ? ભૂત, પિશાચાદિના મંત્ર સિદ્ધ કરવા? પહાડ, નદીઓ વિગેરેની ગણતરી કરવી અછવાદિ ભાંગાઓ ગણી કાઢવા તેને જ્ઞાન કહેવું ? મહાપુરુષ તેના ઉત્તરમાં કહે છે કે આત્માનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. આત્મા કોને કહેવો? તેનાં લક્ષણો જાણવાં, તેનો નિશ્ચય કરો, તે કર્મથી બંધાયેલો છે? બંધાયે હોય તો શા કારણથી ? તે મુક્ત થઈ શકે છે? થઈ શકે તે કેવાં નિમિત્તોથી? વિગેરેનું જાણપણું કરવું અને પવિત્ર નિમિત્તો મેળવી આત્માને વિશદ્ધ કરો. આ જ જ્ઞાન છે. આને માટે જ આ સર્વ વિસ્તાર છે. તે સિવાયનું જ્ઞાન તે આત્મવિશદ્ધિ માટે નથી. આત્મજ્ઞાન તે જ જ્ઞાન કહી શકાય, તે પછી “જ્ઞાનીઓ આ સર્વ પૃથ્વીને જાણી શકે છે ઈત્યાદિ પૂર્વે શા માટે બતાવ્યું ? આને પ્રત્યુત્તર આ પ્રમાણે છે. આત્માને જ્ઞાતૃત્વ ( જાણવાપણું) ધર્મ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં તે સર્વ પદાર્થો જાણી શકશે જ, પણ તેથી એમ સમજવાનું કે કહેવાનું નથી કે આ સર્વ વસ્તુઓ જાણવી જ જોઈએ અથવા જાણવું તે આત્મજ્ઞાન છે. નિર્મળ અરિસામાં સામે રહેલી વસ્તુઓ પ્રતિબિંબિત થશે યા દેખાઈ આવશે. તેમ નિર્મળ આત્મા તે સર્વ વસ્તુઓને જાણી શકશે, પણ મનુષ્યને મુખ્ય ઉદ્દેશ આત્માને વિશુદ્ધ કરવાને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ર . 372 |